મોરબી : મોરબી જિલ્લાના ચકચારી સિંચાઈ કૌભાંડમાં થોડા દિવસો અગાઉ મોરબી એ ડિવિઝન પોલીસે જિલ્લા ભાજપ મહામંત્રીની ધરપકડ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ પર સોપાયા હતા. આજે તેમના બે દિવસના રીમાન્ડ પુરા થતા ફરી તેમને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો.
મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનામાં થયેલા રૂ.20 કરોડના કૌભાંડના અત્યાર સુધીમાં અનેક મોટા માથાઓની સંડોવણી ખુલી છે અને જે તે સમયે પોલીસે આ સિંચાઈ કૌભાંડમાં અનેક મોટા માથાઓની ધરપકડ કરી હતી. ત્યારે થોડા દિવસો અગાઉ આ સિંચાઈ કૌભાંડની તપાસ કરી રહેલી એ ડિવિઝન પોલીસે હાલ હળવદના માનસર ગામે રહેતા મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલની ધરપકડ કરી હતી. જેમાં તેમણે જે તે સમયે સિંચાઈ કૌભાંડને લગતી બે વિરોધાભાસ રજુઆત ઉચ્ચકક્ષાએ કરી હતી. પહેલી વખતની રજુઆતમાં તેમણે નાની સિંચાઈ યોજનામાં કૌભાંડ થયું હોવાનું જણાવ્યું હતું અને બીજી વખતની રજુઆતમાં બધું જ ઓકે હોવાનું જણાવ્યું હતું. આથી આ બાબતે એ ડિવિઝન પોલીસે તેમની ધરપકડ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ પર સોપાયા હતા. આજે બે દિવસના રિમાન્ડ પુરા થતા પોલીસે આ આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.