વાંકાનેરમાં દાખલા કાઢવામા પડતી મુશ્કેલીઓ સામે વિધાર્થીઓની રજુઆત

0
57
/

વાંકાનેર : આજે વાંકાનેરના વિદ્યાર્થીઓને આવક, જાતી, અનામત અને બીજા અન્ય દાખલા કઢાવવા માટે પડતી મુશ્કેલીથી આખરે કંટાળીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

વાંકાનેરમાં આવક, જાતિ અને દસ ટકા અનામતના દાખલા કઢાવવા માટે તાલુકાના લોકોને તાલુકા પંચાયત ખાતે અને સીટીના લોકોને સેવા સદન ખાતે કાઢી આપવામાં આવતા હતાં પરંતુ તાલુકા પંચાયતમાં ખૂબ લાગવગ શાહી ચાલતી હોય જેના કારણે રોજેરોજ કેટલાય પ્રશ્ન ઊભા થતાં હતા. આ બધા પ્રોબ્લેમથી અધિકારીઓ એ કંટાળીને આ તમામ કામગીરી સેવાસદન ખાતે જ રાખવાનું સંકલન સમિતિની મિટિંગમાં ચર્ચા થઈ હતી જેમને અનુસંધાને હવે આવક, જાતી, દસ ટકા અનામત વિગેરે દાખલાઓ હવે માત્ર સેવાસદન ખાતે જ કાઢવામાં આવે છે.

સેવા સદન ખાતે આ કામગીરી શરૂ થતાં કેટલાક પ્રશ્નો ઉભા થયા છે આ કામગીરી કરતાં ઓપરેટરો તેમના અમુક મળતિયાઓને દાખલા પાસપોર્ટ સાઇઝના ફોટા ઉપરથી અને વચ્ચેથી લઈને કાઢી આપે છે જ્યારે અમુક લોકોને ફરજીયાત હાજર રહેવાનું કહેવામાં આવે છે આ બાબતે વાંકાનેર આઈ.ટી.આઈ. અને કોલેજના વિદ્યાર્થીઓએ બધા માટે સરખા નિયમ રાખવાની રજૂઆત મામલતદાર સમક્ષ કરવામાં આવી હતી. તેમજ આ કામગીરીમાં ચાલતી લાગવગ શાહિ બંધ કરવાની માંગ કરી છે.

વાંકાનેર આઈ.ટી.આઈ અને કોલેજના વિદ્યાર્થીઓને આ બાબતે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પ્રથમ સેવાસદન ખાતે દાખલો કઢાવી અને પછી તાલુકા પંચાયતે સહી કરવવા જવું પડે છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/