હાલ મોરબી વિધાનસભા પેટા ચુંટણી જંગ રસપ્રદ બની રહ્યો છે બંને પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પૂર્વ ધારાસભ્યના વતન એવા જેતપર ગામના સભાને સંબોધી હતી જે સભામાં તેને બ્રિજેશ મેરજા અને ભાજપ પર પ્રહારો કર્યા હતા
જેતપરની સભામાં હાર્દિક પટેલે બ્રિજેશ મેરજા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે બ્રિજેશ મેરજાએ કરોડો રૂપિયા લઈને ભાજપ સાથે સોદો કરી મતદારો સાથે દગો કર્યો છે કમોસમી વરસાદ પાક માટે નુકશાનકારક હોય છે તેમ પેટા ચુંટણી પણ મહેનતના રૂપિયાની બરબાદી માટે આવતી હોવાનું જણાવ્યું હતું તો મતદારોને અપીલ કરી હતી કે આગામી ૩ તારીખે કોંગ્રેસના પંજાનું બટન દબાવીને કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૨૫ હજાર મતોની લીડથી વિજયી બનાવીએ.જેતપરની સભામાં હાર્દિક પટેલ ઉપરાંત ધારાસભ્ય લલીતભાઈ કગથરા, કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ, સહિતના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગામમાં વિશાલ સંખ્યામાં મેદની ઉપસ્થિત રહી હોય જેથી જીતશે જેન્તીલાલ તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરાયો હતો હાર્દિક પટેલ ઉપરાંત લલિત કગથરાએ પણ ભાજપને આડેહાથ લેતા જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને લોલીપોપ આપે છે બે ઇંચ કરતા વધુ કમોસમી વરસાદ થયો છતાં ખેડૂતોને નુકશાની વળતર ચુકવવું ના પડે માટે રાજ્ય સરકાર ફતવાઓ પણ બહાર પાડે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide