મોરબીના કાલીકા પ્લોટ નજીક રહેણાંક મકાનમાં ક્રિકેટ પર સટ્ટો રમતો એક ઝડપાયો

0
140
/

મોરબી : ખબર મુજબ મોરબી એલ.સી.બી. દ્વારા મોરબીના કાલીકા પ્લોટમાંથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા કુલ રૂ. 60,500ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 29ના રોજ એલ.સી.બી.ના સ્ટાફને મળેલ હકીકત આધારે મોરબી કાલીકા પ્લોટ શેરી નં.-4માં ભવાની સોડા વાળી શેરીમાં રહેતા આશિફ ઉર્ફે ભાણો ઇકબાલભાઇ જુણાચ પોતાના રહેણાંક મકાનમાં તાજેતરમાં ચાલતી ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચેની વન-ડે ક્રિકેટ મેચનુ ટીવી ઉપર જીવંત પ્રસારણ નિહાળી મેચની હારજીત તથા રનફેર ઉપર ફોનથી ગ્રાહકો સાથે મોબાઇલ ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતો હતો. જે હકિકત આધારે પોલીસે આ જગ્યાએ રેઇડ કરતા આરોપી આશિફ ઉર્ફે ભાણો ઇકબાલભાઇ જુણાચ અન્ય આરોપી કરણ આર.સી. આંગડીયા (રહે. રાજકોટ), અબ્દુલહમીદ ઉર્ફે સુમન આદમભાઇ ચાનીયા (રહે. મોરબી, વાઘપરા) અને ભાવેશ જગદીશચન્દ્ર પંડ્યા (રહે. રાજકોટ) પાસેથી ક્રિકેટ સટ્ટો રમવા આઇ.ડી. મેળવી જુદા-જુદા ગ્રાહકો સાથે મોબાઇલથી સંપર્કમાં રહી ક્રિકેટ સટ્ટો રમતા મળી આવેલ છે. તેની પાસેથી ક્રિકેટ મેચના સાહીત્ય, મોબાઇલ ફોન નંગ-1, એલ.ઇ.ડી. ટીવી-1, સેટઅપ બોક્ષ-1 તથા રોકડા રૂ. 44,500 મળી કુલ કિ.રૂ. 60,500ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ મોરબી સીટી એ ડિવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર પણ કરાવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/