મોરબી: કેરાળા (હરિપર) ગામે દફનવિધિ કરવા માટે સત્વરે યોગ્ય જમીન ફાળવવાની માંગણી

0
62
/

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના કેરાળા (હરિપર) ગામમાં અનુસૂચિત જાતિના 12 ઘર વસવાટ કરે છે. આશરે 120 લોકો ત્યાં રહે છે અને બીજા લોકો રોજગારી માટે અન્ય શહેરમાં વસવાટ કરે છે.

આટલી વસ્તી હોવા છતાં આ લોકો માટે ગ્રામ પંચાયત દ્વારા સ્મશાન (દફનવિધિ કરવા) માટે યોગ્ય જમીન ફાળવવામાં આવી નથી. જેથી, ગમે ત્યાં દફનવિધિ કરવી પડે છે. જેથી, દફનવિધિ કરવા માટે યોગ્ય જમીન ફાળવવામાં આવે તે માટે અવારનવાર ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટીમંત્રીને અરજી કરેલ છે. પરંતુ તેઓ યોગ્ય નિર્ણય ના લઈ શકતા હોવાથી તા. 18/9/2020 ના રોજ જિલ્લા કલેક્ટરને અરજી કરેલ છે. જેથી, દફનવિધિ માટે યોગ્ય જમીન વહેલામા વહેલી તકે ફાળવવામાં આવે તેવી અરજી દેવજી કેશવજી સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/