મોરબીના દરેક હથિયારોના પરવાનેદારે સાત દિવસમાં પોલીસ મથકે હથિયારો જમા કરાવી દેવાનો કડક આદેશ

0
128
/

વિધાનસભાની પેટા ચૂંટણીમા જાહેર સલામતીને ધ્યાને લઈને અધિક કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

મોરબી : તાજેતરમા મોરબી વિધાનસભા બેઠકની આગામી 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે પેટા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક કલેક્ટરે આજે જાહેરનામું પ્રસિદ્ધ કરીને મોરબીના દરેક હથિયારોના પરવાનેદારોને આજથી સાત દિવસ સુધીમાં પોતાના હથિયારોને પોલીસ મથકે જમા કરાવી દેવાનો આદેશ આપ્યો છે.

મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે અધિક કલેક્ટર કેતન જોશીએ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે તકેદારીના ભાગરૂપે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં મોરબી વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા દરેક પ્રકારના હથિયારોના પરવાનેદારોને આજથી સાત દિવસમાં તેમના દરેક પ્રકારના હથિયારોનો પોલીસ મથકમાં જમા કરાવી દેવાનો આદેશ આપ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં કલેક્ટર તરફથી લાયસન્સ મેળવીને હથિયારો મેળવતા કે બહાર રાજ્યમાંથી હથિયારોનો પરવાનો મેળવ્યો હોય એવા તમામ પરવાનેદારોને આ નિયમ લાગુ પડશે. ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ ન પહોંચે એટલે તા. 12 નવેમ્બર પછી પરવાનેદારો પોતાનું હથિયાર પરત મેળવી શકશે. આ હુકમનો ભંગ કરનાર સામે કાર્યવાહી પણ કરાશે. સરકારી કે અર્ધ સરકારી બેક,કોપરેશન સહિત સ્થાનિક સ્વરાજના નામે પરવાનો ધરાવતા હોય તેમ રાજ્ય, રાષ્ટીય કે આંતર રાષ્ટ્રીય શુટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટમેનને તેમજ માન્ય સિક્યુરિટી એજન્સી અને બેન્ક સહિતની જગ્યાએ ફરજ બજાવતા સિક્યુરિટી મેનને હથિયાર જમા કરવાના આદેશમાંથી મુક્તિ આપવામાં આવી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/