મોરબીના ખરેડા ગામે નર્મદા કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા લાખોનું નુકશાન

0
75
/

કેનાલનું કામ અધૂરૂ હોવા છતાં પાણી છોડાતા ડુંગળી-લસણના પાકમાં  પણ  લાખોનું નુકશાન

મોરબી: હાલ નર્મદાની માઇનોર કેનાલના અધૂરા કામને કારણે તાલુકાના ખરેડા ગામના ખેડૂતના ખેતરમાં કેનાલના પાણી ફરી વળતા ડુંગળી-લસણના ઉભા પાકમાં લાખો રૂપિયાનું નુકશાન થયું છે.

મોરબી તાલુકાના ખરેડા ગામના ખેડૂત દયારામભાઈ ઓધવજીભાઈ ચાડમિયાના ખેતરમાં નર્મદા માઇનોર કેનાલના પાણી ફરી વળતા ડુંગળી-લસણના ઉભા પાકમાં અંદાજે 5થી 6 લાખ રૂપિયાનું નુકશાન થયું છે. આ ખેડૂતના ખેતર નજીકથી નર્મદાની માઇનોર કેનાલ નીકળે છે. જેનું કામ આગળ જતાં પૂરું થયું ન હોય જ્યારે ઉપરથી પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલનું પાણી આગળ ન વધી શકવાથી ખેતરમાં ફરી વળે છે. આ બાબતે લાગતા વળગતા અધિકારીઓનું વારંવાર ધ્યાન દોરીને રજુઆત કરવા છતાં કોઈ અકળ કારણોસર નર્મદા ઓથોરિટીના અધિકારીઓ આ ફરિયાદ પરત્વે દુર્લક્ષ સેવે છે.આ અગાઉ પણ આવી પરિસ્થિતિ ઉદભવતા ખેડૂતને મોટું આર્થિક નુકશાન થયું હતું. સમસ્યાના નિવારણ હેતુ શું થઈ શકે તેમ છે એ જાણવાની તસ્દી પણ અધિકારીઓએ હજી સુધી લીધી નથી તેવું પોતાની વ્યથા વ્યક્ત કરતા દયારામભાઈએ પણ જણાવ્યું હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/