ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે ફાળો એકઠો કરવા બદલ રાજપૂત કરણી સેનાનું સન્માન કરવામાં આવ્યું

0
113
/

મોરબી : હાલ મોરબીમાં રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ 3 માસના બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની મેડિકલ સહાય માટે ફાળો એકઠો કરવાનું સેવાકાર્ય કરવામાં આવેલ હતું. તેને અનુલક્ષીને ગઇકાલે પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા રાજપૂત કરણી સેનાનાં હોદેદારોનું સન્માન કરાયું હતું.

ધૈર્યરાજસિંહ રાઠોડ નામના ત્રણ માસના માસુમ બાળકની ગંભીર બીમારીના ખર્ચને પહોંચી વળવા માટે કરણી સેના-મોરબી દ્વારા જહેમત ઉઠાવીને રૂ. 45 લાખ કરતાં વધુ રકમ એકઠી કરવામાં આવી હતી. અને તેનું દાન ધૈર્યરાજસિંહના પિતાને રૂબરૂ મળીને આપવામાં પણ આવ્યું હતું.

આ ઉમદા કાર્ય કરવા બદલ પરશુરામ યુવા ગ્રુપે રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા તથા તેમની ટીમને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે પરશુરામ યુવા ગ્રુપમાંથી ધ્યાનેશભાઈ રાવલ, નીરજભાઈ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઈ જોશી દ્વારા આયોજન કરેલ હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/