પોલીસ દ્વારા ચોરને પકડવા ચક્રો ગતિમાન કરાયા
મોરબી : મોરબી શહેરના લગધીરપુર રોડ પરથી બાઈકની ચોરી થઇ ગઈ છે. આ બનાવ અંગે પોલીસે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફિરયાદ નોંધી ચોરની શોધખોળ ચાલુ કરી છે.
મોરબીના સો-ઓરડી વિસ્તારમાં મેલડીમાના મંદીરવાળી શેરીમાં રહેતા 29 વર્ષીય શિક્ષકની નોકરી કરતા જીગ્નેશગીરી કીશોરગીરી ગૌસ્વામીએ ગત તા. 6ના રોજ લગધીરપુર રોડ પર લોરેન્ટ સીરામીક પાસે પાર્ક કરેલું બાઈક હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી નં જીજે ૩૬-ક્યુ ૧૭૮૮ (કિં.રૂ. 40,000) અજાણ્યો શખ્સ ચોરી ગયો છે. આ બનાવ અંગે જીગ્નેશગીરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ દ્વારા આ ફરિયાદના આધારે ચોરને શોધવા પોતાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide