મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે 650 લીટર દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ છે. આ બનાવમાં એક શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે.
ગઈકાલે તા. 22ના રોજ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં રામદેવ હોટલ સામે હાઇવે રોડ ઉપર આરોપી જુમાભાઇ સાંજણભાઇ માજોઠી ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર કાર રજી. નંબર GJ-11-S-8521 (કિ.રૂ.૯૦,૦૦૦/-)માં દેશી દારૂની હેરાફેરી કરતો પકડાયો છે. આરોપીએ કારમાં પ્લા.ના બાચકા નંગ-૧૩ માં ૦૫ લીટરની ક્ષમતાવાળી પ્લા.ની કોથળીઓમાં દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ તેવી કોથળી નંગ-૧૩૦ દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી લીટર-૬૫૦/- (કિં.રૂ.૧૩,૦૦૦/-) નો વેંચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસે કાર અને દેશી દારૂ સહીત કુલ મુદ્દામાલ રૂ.૧,૦૩,૦૦૦/- જપ્ત કર્યો છે. અને આરોપીની અટકાયત પણ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide