અજાણ્યા શખ્સે આગ ચાંપી હોવાની સેવાઈ રહેલી આશંકા
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના હજનાળી ગામે મગફળીના ભુક્કામાં લાગી આગ લાગી હતી. આ મગફળીનો ભુક્કો પશુઓના ચારા માટે આવ્યો હતો. જે બધો માલ બળીને ખાક થઇ ગયો છે.
હજનાળી ગામમાં રહેતા મશરૂભાઈ ખીટ (ભરવાડ)ને ત્યાં ગઇકાલે રાત્રી દરમિયાન 9-30 વાગ્યે પશુઓ માટે મગફળીના ભુક્કાથી ભરેલ ગાડી આવેલ હતી. આ ગાડીમાંથી મગફળીના ભુક્કાને ઉતારીને ઢગલો કરી રાખવામાં આવ્યો હતો. આ મગફળીના ભુક્કામાં રાતે 12 વાગ્યાની આજુબાજુમાં આગ લાગી હતી. આગના લીધે કુલ રૂ. 20,000નો મુદ્દામાલ બળીને રાખ થઇ ગયો છે. આ બનાવના પગલે ભીડ જમા થઈ ગઈ હતી. અને લોકોએ અજાણ્યા શખ્સે મગફળીના ભુક્કામાં આગ ચાંપી હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide