મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસેથી ભૂલા પડી ગયેલા બે બાળકો મળી આવ્યા

0
90
/

મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે સીએનજી પેટ્રોલ પંપ નજીક બે બાળકો રખડતા ભટકતા મળી આવ્યા છે. જેમાં એક બાળકનું નામ ચીકુ ઉંમર આશરે 5 વર્ષ અને બીજા બાળકનું નામ સંજની ઉંમર આશરે 4 વર્ષ હોવાનું જાણવા મળે છે. આ બન્ને બાળકોના વાલી વારસ ન મળતા બન્ને બાળકોને હાલ ચિલ્ડ્રન હોમ ફોર ગલર્સ મિશનરીઝ ઓફ ચેરિટી (ટેલિફોન નંબર-02822 230351) કાયાજી પ્લોટ-મોરબી ખાતે રાખવામાં આવ્યા છે.

આ બનાવ મામલે મોરબી સીટી બી ડિવિજન પોલીસે બન્ને બાળકોમાં વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. ત્યારે કોઈને આ બન્ને બાળકોના વાલી વારસની માહિતી મળે તો તેઓએ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવાસદન રૂમ નંબર 31/32, શોભેશ્વર રોડ મોરબી, ટેલિફોન નંબર -02822 240098 તેમજ મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટેશન ફોન નંબર- 02822-242651 ઉપર સંપર્ક કરે તેવી અપીલ કરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/