મોરબીની પેટા ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા હેતુસર પરવાનાવાળા 564 હથિયાર જપ્ત કરાયા

0
23
/
બેન્ક સિક્યુરિટી ગાર્ડ અને અન્ય જરૂરી 48 હથિયાર જમા મુકિત મળી

મોરબી : હાલ મોરબી સહિત રાજ્યની 8 વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણી જાહેર થયા બાદથી તંત્ર એક્સન મોડમાં આવી ગયું છે. એક તરફ ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રકિયા નિષ્પક્ષ અને મતદારોને વિના મુશ્કેલી મતદાન કરી શકે તે રીતે આયોજન કરાઈ રહ્યું છે.

બીજી તરફ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ કાયદો વ્યવસ્થા જળવાઈ અને શાંતિપૂર્ણ હાલતમાં મતદાન યોજાઇ તેના તજવીજ હાથ ધરી છે. અને તેના ભાગરૂપે માથાભારે શખ્સ કે બુટલેગરને ડિટેઈન કરી પાસાની કાર્યવાહી કરી ચાલી રહી છે. જેમાં બુટલેગર, માથાભારે શખ્સ તેમજ રીઢા ગુનેગાર મળી 10 જેટલા શખ્સને પાસા કરાઈ છે.આ ઉપરાંત, ચૂંટણી લક્ષી અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રકિયા દરમિયાન શાંતિ ન ડહોળાઈ તે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પરવાનાવાળા હથિયાર જમા કરાવવા અંગે ગત 6 ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. અને પ્રસિદ્ધ થયાના 7 દિવસ સુધી હથિયારધારકોને હથિયયાર જમા કરાવવા સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં કુલ 566 પરવાના હથિયાર પૈકી 564 હથિયાર જિલ્લા આ અલગ અલગ પોલીસ મથકમાં જમા લેવામાં આવ્યા છે. જો કે 48 જેટલા હથિયાર જમા કરાવવામાં મુકિત આપવામાં આવી છે. છુટ મળી હોય તેવા પરવાનામાં બેન્ક સિક્યુરિટી એજન્સીના ગનમેન તેમજ મોરબી જિલ્લામાં આવેલ સરકારી અર્ધ સરકારી તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના નામે પરવાના મેળવેલ હથિયાર તેમજ જમા મુક્તિ મળેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/