મોરબી : હાલ મોરબીના મકનસર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર મંગળવારે સાંજે ટ્રકચાલકે ટ્રિપલ સવાર બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય બે વ્યક્તિને ઇજા થઇ હતી. આ ઈજાગ્રસ્તે ટ્રકચાલક સામે અકસ્માતની ફરિયાદ પણ નોંધાવી છે.
જો કે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સ્પ્રન્ટ્રો સીરામીક ફેકટરીમાં રહીને મજૂરી કામ કરતા નંદનકુમાર પ્રદીપભાઇ રાઉત (ઉ.વ. ૨૩)એ આરોપી ટ્રક નં.જી.જે.૧૨.ટી.૭૩૮૦ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૮ના રોજ સાંજ આશરે સાડા છએક વાગ્યા દરમ્યાન મકનસર ગામ નેશનલ હાઇવે ઉપર ફરીયાદ ત્રણ સવારીમા મોટર સાયકલ નં.જી.જે.૩૬.ઇ.૫૬૦૮ પર જતા હતા. તે દરમ્યાન આરોપી ટ્રક નં.જી.જે.૧૨.ટી.૭૩૮૦નો ચાલક પોતાના હવાલાવાળો ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના મોટર સાયકલને ઓવર ટેક કરી હડફેટે લેતા બાઈકની પાછળ બેઠેલ મુકેશ પાસવાનને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. અને બાઇકમાં સવાર બ્રીજેશ યાદવ તથા ફરીયાદી પણ ઇજાઓ થઈ હતી. આ બનાવ બાદ આરોપી ટ્રક મૂકીને ભાગી ગયો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide