માળિયા (મી.) : નવાગામમાં 165 લી. દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ

0
38
/

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવાગામમાંથી 165 લી. દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ છે. આ બનાવમાં એક શખ્સ સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

વિગતોનુસાર ગઈકાલે તા. 9ના રોજ નવાગામમાં ચોરા પાસે જુમ્મા હૈદરભાઈ જેડાએ કાર નં જી-જે-૦૧-એચ-એમ-૪૯૧૩મા ગે.કા પાસ પરમીટ કે આધાર વગર પ્લાસ્ટીકના બાચકામા 80 કોથળીઓમા દેશી દારૂ લી. 165 (કિ.રૂ. 3300)નો ભરી રાખેલ હતો. પોલીસે દેશી દારૂનો જથ્થો તથા કાર મળી કુલ રૂ. 33,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરનાર આરોપી જુમ્મા રેઈડ દરમ્યાન હાજર ન હતો. આથી, હાલમાં પોલીસ આરોપીની શોધખોળ પણ કરી રહી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/