મોરબી : તાજેતરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.કોરોનાના દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે.કોરોનાના કેસો વધતા પોઝિટિવ દર્દીઓની સારવારને પહોંચી વળવા માટે મોરબીમાં નવું કોરોના સેન્ટર ઉભું કરવા તેમજ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જાહેર માર્ગો ઉપર સેનીટાઝેશન કરવા સાથોસાથ કોરોના પોઝિટિવ દર્દીની વિગત જાહેર કરવાની માંગ સાથે કલેકટરને રજુઆત કરવામાં આવી છે.
મોરબીના મેહુલેભાઈ ગાંભવા તેમજ વરુણભાઈ દલસાણીયા સહિતના જાગૃત નાગરિકોએ કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી કે ,મોરબીમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તેથી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તકેદારીના પગલાં લેવા જરૂરી બન્યા છે.જેમાં મોરબીના જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં નિયમિત સેનીટાઝેશન કરવામાં આવે તો આ મહામારી અટકાવી શકાય એમ છે.જ્યારે નવા પોઝિટિવ આવતા દર્દીઓના નામ સહિતની વિગતો જાહેર કરાઈ તો તેમના સંપર્કમાં આવેલ લોકો સેલ્ફ આઇસોલેટે કરી શકે અને જરૂરી તકેદારીના પગલાં લઈ શકે તેમજ મોરબીમાં કોરોનાના કેસો વધતા હોય દર્દીઓની સારવારને પહોંચી વળવા માટે નવું કોરોન સેન્ટર ઉભું કરવાની માંગણી કરી છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
મોરબી : મોરબીમાં વિવિધ સેવાકાર્યો માટે જાણીતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના પાયાના પથ્થર અને મેન્ટોર તરીકે કાર્યરત ડો.દેવેનભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે સ્કાય મોલ ખાતેના...