કોરોનાના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તેવું આયોજન કરવા પગલાં લેવાશે
મોરબી : કોરોના મહામારી માં મોરબી જિલ્લાના કોરોનાના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે સંસદસભ્ય વિનોદભાઈ ચાવડાએ મોરબી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે તાકીદની બેઠકનું આયોજન કર્યું છે.
કોરોના મહામારીએ આખા વિશ્વને હચમચાવી નાખ્યું છે ત્યારે મોરબી પણ તેમાં બાકાત નથી, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કચ્છ – મોરબીના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ મોરબી જિલ્લા કલેકટર ઓફીસ ખાતે આજરોજ તારીખ 6-4-2021 ને સવારે 11 કલાકે તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વર્તમાન સમયે મોરબી જિલ્લાના નાગરિકો અને કોરોનાના દર્દીઓને સારી અને સચોટ સારવાર મળી રહે અને આરોગ્યલક્ષી અને અન્ય સંબંધિત સેવાઓ વિશેષ રીતે મળી રહે તે માટે આ બેઠકનું આયોજન કર્યું છે અને કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે આ બેઠકમાં યોજનાબદ્ધ આયોજન કરવામાં આવશે તેમ સાંસદ દ્વારા જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide