મોરબીના નવા બસ સ્ટેશનમાથી બાઇક ચોરીનો બનાવ

0
42
/

મોરબી : હાલ મોરબીના નવા બસ સ્ટેશનમાથી બાઇકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨ રૂષભનગર શેરી નં.૦૪.માં રહેતા અને સીરામીકમાં નોકરી કરતા રજનીકુમાર મનુભાઇ વામજા (ઉ.વ.૨૯) એ પોતાનું મોટરસાયકલ નં.GJ.03.BL6373 વાળું ગત તા.૨૭ માર્ચના રોજ મોરબી નવા બસ સ્ટેશનમાં પાર્ક કર્યું હતું.અજાણ્યા આરોપીએ આ મોટરસાયકલને હકારી જઈને ચોરી કરીને લઈ ગયો હતો.આ બનાવ અંગે તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/