મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામમાં રહેતા મનસુખભાઇ બાલુભાઇ ડાભીના પત્ની નિમુબેન (ઉ.વ. 32) ગુમ થયેલ છે. ગત તા. 21ના રોજ પોતાના ઘરે કોઇને કહયા વગર ઘરેથી જતા રહેલ છે. નિમુબેન ગુમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. તેમજ ગઈકાલે તા. 28ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ દ્વારા નિમુબેનની શોધખોળ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નિમુબેન આશરે પાંચેક ફુટની ઉંચાઇ તથા શ્યામ વર્ણ ધરાવે છે. તેમજ બંને પગના પંજામા ચોથી આંગણી જન્મથી ઉંચી રહે છે. તેવું માહિતીમાં જાણવા મળેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide