વાંકાનેરના લીંબાળા ગામે 75 મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની પોલીસ ફરિયાદ

0
21
/

વાંકાનેર : વાંકાનેરના લીંબાળા ગામે વાડીનો રસ્તો બંધ કરી દેવા મામલે ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સે વાડીમાં રહેલો ૭૫ મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી જાલાભાઇ માલાભાઇ ગમારા (ઉ.વ ૭૦, રહે લીંબાળા ગામની સીમ ખાંભાળાનેસ, તા.વાંકાનેર) વાળાએ આરોપી સુરાભાઇ મોરભાઇ કાટોડીયા (રહે. લીંબાળા ગામની સીમ ખાંભાળાનેસ, તા.વાંકાનેર) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૨૭ ના રોજ આરોપીએ આઠ દસ દિવસ પહેલા ફરિયાદીના વાડીએ જવા આવવાના માર્ગમાં કાંટાવાળા ઝરડા નાખી રસ્તો બંધ કરતા હોય. જેથી, ફરિયાદીએ આરોપીને વાડીના માર્ગમા કાંટા નહિ નાખવાનુ કહી ઠપકો આપતા જે આરોપીને સારૂ નહિ લાગતા તેનો ખાર રાખી આરોપીએ આ કામના ફરિયાદીના વાડી પડામા અપપ્રવેશ કરી ફરિયાદીના વાડીપડામા રાખેલ સુકી જુવારનો ચારો કડબ આશરે ૭૫ મણ કિ.રૂ ૧૫,૦૦૦ ના જથ્થામાં આગ ચાંપી સળગાવી નાખી નુકશાન કરી નાશી ગયો હતો. વાંકાનેર પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ આદરી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/