મોરબીના પાનેલી રોડ ઉપર ફેકટરીઓના પ્રદુષણથી જનઆરોગ્ય પર ગંભીર ખતરો

0
58
/

પ્રદુષણ નિયંત્રણ વિભાગને કરેલી રજુઆત ધ્યાને ન લેવાતા અંતે પાનેલી ગ્રામ પંચાયતે કલેકટરને રજુઆત કરી

મોરબી : હાલ મોરબીના પાનેલી રોડ ઉપર આસપાસની સીરામીક તેમજ પેપર મીલની ફેકટરીઓ દ્વારા ફેલાવતા પ્રદુષણથી સ્થાનિક લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.આ ગંભીર મામલે અગાઉ પ્રદુષણ નિયત્રણ બોર્ડને કરેલી રજુઆત ધ્યાને ન લેવાતા અંતે પાનેલી ગ્રામ પંચાયતે કલેકટરને રજુઆત કરીને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માગણી કરી છે.

મોરબી તાલુકાના પાનેલી ગ્રામ પંચાયતે આજે કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી કે, પાનેલી ગામે આસપાસની સીરામીક ફેકટરીઓ દ્વારા ફેલાવાતા પ્રદુષણ અંગે કાર્યવાહી કરવા અગાઉ પ્રદુષણ નિયત્રણ બોર્ડને રજુઆત કરી હતી.પણ આજદિન સુધી તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા અંતે કલેકટરને રજુઆત કરવાની ફરજ પડી છે.જેમાં પાનેલી રોડ ઉપર આસપાસની સીરામીક ફેકટરીઓ વેસ્ટ જેવા કે સફેદ કદડો , ઝીણી ડસ્ટ ટ્રેક્ટર ભરીને નાખી જાય છે.તેમજ પેપર મીલ ઉધોગનો કચરો ઝેરી કેમિકલ પાનેલી રોડ ઉપર ઠાલવી જાય છે.જેથી સ્થાનિક લોકોના આરોગ્ય ઉપર જોખમ ઉદ્દભવ્યું છે.આથી પ્રદુષણ ફેલાવતા આવા એકમો સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/