વાંકાનેરનાં વિદ્યાર્થીઓની અનોખી પ્રમાણિકતા : પોલીસકર્મીનું પડી ગયેલ પાકીટ પરત કર્યું

0
91
/

સાત હજાર રોકડ, એ.ટી.એમ કાર્ડ, આઈકાર્ડ હતું

(કેતન ભટ્ટી) વાંકાનેર : હાલ સાધારણ પરિવારનાં બે વિદ્યાર્થીઓને શાળાનાં ગેટ પાસે પૈસાથી ભરેલ પાકીટ મળી આવતા શાળાનાં શિક્ષિકો મારફત મૂળ માલિકને પરત કરી પ્રેરણાદાઈ કાર્ય કર્યુ હતું.

કે. કે. શાહ શાળા માં ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાગર હરેશભાઈ ડાભી તથા રાહુલ માવજીભાઈ ગુગડીયાને શાળાનાં દરવાજા પાસે જ એક વોલેટ રેઢું પડેલ મળી આવતા તેઓએ આ વોલેટ શાળાનાં શિક્ષકને સોંપ્યું હતું, અને તપાસ કરતા તેમાં એ.ટી.એમ. કાર્ડ તથા આઈકાર્ડ અને સાતેક હજાર જેવી રોકડ હોય મૂળ માલિક પોલીસ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ વાળાનો સંપર્ક કરી તેઓને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/