મોરબી તાલુકાની તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રંગપર ગામે રંગપર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મામલતદાર ડી.જે.જાડેજા હતા તેમજ તાલુકા વિકાસ અધિકારી ગોહેલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જિલ્લા કચેરી તરફથી ગામના વિકાસ માટે રૂપિયા પાંચ લાખનો ચેક મામલતદાર હસ્તે ગામના સરપંચને આપવામાં આવ્યો હતો તેમજ ધ્વજારોહણ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમા રંગપરની પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો દ્વારા દેશભક્તિના અભિનય ગિતો તેમજ સર્વધર્મ સમભાવ વિશેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતુ
આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, ગ્રામજનો અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તેમજ તમામ મહેમાનો, ગ્રામજનો, ઉધોગકારો, સરપંચ તથા શાળાના સ્ટાફ પરિવાર તરફથી ૯૨,૦૦૦ રૂપિયાનો ફાળો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આપવામાં આવ્યો હતો. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિ રજુ કરનાર દરેક બાળકોને ગામના સરપંચ તરફથી સ્કૂલ-બેગનું વિતરણ કરવામાં આવ્યું હતુ અને મામલતદાર જાડેજા તથા કેળવણી નિરીક્ષક વડાલીયાએ આ કાર્યક્રમના સફળ આયોજન માટે સરપંચ, શાળાના આચાર્ય તથા શિક્ષકોએ કરેલી મહેનતને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી તેવુ ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યુ છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide