મોરબીના રવાપર રોડ વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ થતા આક્રોશ !!

0
43
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના રવાપર રોડ આવેલ વિવેકાનંદ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા વિતરણ થતા પીવાના પાણીમાં કેમિકલનું આખું પળ જામી જતું હોવાની ગંભીર અને ચોકવનારી વિગતો સામે આવી છે. આ અંગે નગરપાલિકા દ્વારા ત્યાં બે પાણીની લાઇન હોય કઈ લાઈનમાં કેમિકલ પાણી સાથે મિશ્રણ થઈને ભળે છે તેની તપાસ કરી યોગ્ય કરવામા આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

મોરબીના રવાપર રોડ ઉપર વિવેકાનંદ 3 સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસ જન આરોગ્ય સાથે ગંભીર ચેડાં થાય તેવી વિગતો પ્રકાશમાં આવી છે. આ અંગે ડો. એમ. એલ. ભોરણીયાએ જણાવ્યું હતું કે, રવાપર રોડ ઉપર વિવેકાનંદ 3 સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીમાં કેમિકલનું મોટું પડ જામી જાય છે. તેમણે પુરવા સાથે વિગતો રજૂ કરી હતી કે નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીને એક ડોલમાં ભરવામાં આવે છે. પાણી ડોલમાં ભરી રાખ્યા બાદ થોડીવારમ આ પાણીમાં કેમિકલનું પડ જામી જાય છે. જો કેમિકલ યુક્ત પાણી વિતરણ થતું હોય તો માનવ આરોગ્ય માટે મોટું જોખમ છે અને સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં સમાન આ ઘટનાથી રહીશો અવાચક બની ગયા છે.જો કે નગરપાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાં પાણી શુદ્ધ થતું જ નથી અને ફિલ્ટર પ્લાન્ટમાં પણ ગંદકીના થર જામી ગયા હોવાથી અશુદ્ધ પાણી વિતરણ થાય છે. સીધું ડેમમાંથી લોકોને પીવાનું પાણી આપવામાં આવે છે. જ્યારે હમણાં જ કોંગી અગ્રણીએ મચ્છુ નદીમાં કેમિકલયુક્ત કદડો ભળી જતો હોવાની કલેક્ટરને રજુઆત કરી હતી. આવા સંજોગોમાં પાલિકા તંત્રએ કહ્યું હતું કે તે વિસ્તારમાં ગ્રામ પંચાયત અને નગરપાલિકાની એમ બે લાઇન નીકળે છે. એટલે કઈ લાઈનમાં મિશ્રણ થાય છે તેની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/