વાંકાનેર પાસે 10 ગૌમાતાનો જીવ બચાવતા હિન્દૂ સંગઠનો

0
89
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમા મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકો અને ચોટીલા ગૌરક્ષક તથા જીવદયા પ્રેમી દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ ચોટીલા ગૌરક્ષક ટીમ અને હિન્દુ યુવા વાહિનીના સભ્યોને જાણકારી મળી હતી કે આઈસર ગાડીમાં વાંકાનેરથી અમદાવાદ તરફ ગેરકાયદેસર કતલખાને 10 પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી હિન્દુ યુવા વાહિની ચોટીલા ગૌરક્ષકોની ટીમ દ્વારા આઇસર નંબર GJ-08-W-0289ને ગત રાત્રિના સમયે ચોટીલા પાસે પસાર થતા તેનો પીછો કરીને રોકવામાં આવી હતી અને તપાસ કરતાં આઈસરમાં ભેંસો અને પશુઓ ગેરકાયદે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. જેથી ચોટીલાના ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ, મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા દ્વારા વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા.

આ મામલે ચોટીલા ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પશુઓને ચોટીલાની પાંજરાપોળમાં સુરક્ષિત ખસેડાયા હતા. આ કામગીરીમાં ચોટીલા પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફનો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત આ કામગીરીમાં હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, હરેશભાઈ ચૌહાણ, ચોટીલા અખિલ વિશ્વ ગૌશાલ પરિષદ દિલ્હીના ગૌરક્ષક દલસુખભાઈ (ચોટીલા), અનિલભાઈ મહેશભાઈ (ચોટીલા), પ્રશાંતભાઈ જીવ દયા ગૌરક્ષક, જયનભાઈ, અજયભાઈ પરમાર, પાર્થભાઈ ગૌરક્ષક મોરબી, દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), મોરબીના હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા (જસદણ), મોરબીના ભરતભાઈ સોનગરા, જેકીભાઈ આહીર, હિતરાજસિંહ પરમાર, હર્ષભાઈ, મુકેશભાઈ જોડાયા હતા અને પશુઓને કતલખાને જતાં બચાવ્યા હતા.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/