મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી બસો શરૂ કરવા માંગણી

0
47
/

મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોને ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરવા બાબતે રાજકોટ એસ.ટી. વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

તેઓએ લેખિત રજુઆતમાં જણાવેલ છે કે ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસો એક તાલુકાથી બીજા તાલુકાના સેન્ટર સુધી બસો ચલાવવામાં આવે છે. અને હવેથી એકસપ્રેસ બસો ચાલે છે તે પણ સેન્ટરથી સેન્ટર જ સ્ટોપ પર ઉભી રહે છે. ત્યારે સરકાર દ્વારા ઉદ્યોગો પણ ચાલુ કરવાની છુટછાટ આપેલ છે અને મોરબી જીલ્લામાં ઘણા ઉદ્યોગો, સીરામીકના કારખાનાઓ ચાલુ પણ થયેલ છે. તેમાં મજુરી કે અન્ય કામ સાથે જોડાયેલા કામદારો કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી અપડાઉન કરવા માટે મોટા ભાગે ગુજરાત વાહનવ્યવહાર નિગમ પર નિર્ભર છે.

હાલમાં ચાલુ કરેલ બસો ફકત એક સેન્ટરથી બીજા સેન્ટર સુધી જતી હોવાથી મજુર અને કામદારોને પોતાના કામના સ્થળે જવા માટે ભાડે ચાલતા વાહનોમાં અવર-જવર કરવી પડે છે. તે ઘણુ વધારે ભાડુ ચુકવીને જવું પડે છે. તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પણ ઘરવખરીની વસ્તુ માટે કે અન્ય કામ માટે ગામ બહાર જવું હોય તો તેઓને પણ વધુ ભાડુ ચુકવી ભાડાના વાહનોમાં જવું પડે છે. લોકડાઉના કારણોથી સામાન્ય માણસના જીવન પર આર્થીક મુશ્કેલીઓ વધી હોય તેવામાં વધુ ભાડા ચુકવવાથી મુશ્કેલીઓમાં વધારો જ થશે. તેથી, ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોને ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરવવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી વારંવાર મૌખીક રજુઆતો કરવામાં આવે છે. આ રજુઆતોને ધ્યાને લઇ ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોને ગ્રામ્ય વિસ્તારમાં તાત્કાલીક ચાલુ કરવા માટે સરકારમાં રજુઆત કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/