[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : વિગતોનુસાર મોરબીના સામાકાંઠે સરકારી હોસ્પિટલના દરવાજા પાસે ગટરની ગંદકી ઉભરાય રહી છે. આખા જિલ્લાના આરોગ્યનું રક્ષણ કરતી આ સરકારી હોસ્પિટલ જ ગંદકીને કારણે માંદગીના બિછાને પહોંચી જાય તેવી કપરી સ્થિતિ ઉદભવી છે.
મોરબીના જાગૃત નાગરિકે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચાર રસ્તા ઉપર આવેલી સરકારી મહેન્દ્રસિંહજી હોસ્પિટલના દરવાજે ગટરની ગંદકીના ફોટા મોકલાવીને કેટલી ખરાબ પરિસ્થિતિ છે તેનો ચિતાર આપ્યો હતો. જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે આ સરકારી હોસ્પિટલના દરવાજે સતત ગટરની ગંદકી ઉભરાય રહી છે અને ગટરના ગંદા પાણી આ હોસ્પિટલની આસપાસ ફરી વળતા હોવાથી આ હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને પહોંચી જાય તેવી કપરી સ્થિતિ ઉદભવી છે. આખા જિલ્લાના આરોગ્યનું જ્યાં કામ કરવાનું હોય તે હોસ્પિટલ પાસે જ આવી ગંદકી હોય તો તે ખૂબ જ ગંભીર સમસ્યા કહેવાય. દસ દિવસથી અહીંયા ગટર ઉભરાય છે. તેથી હોસ્પિટલની અંદર જવું પણ મુશ્કેલ બન્યું છે. આથી સંબધિત તંત્ર આ બાબતે યીગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide