મોરબીના સામાકાંઠે જીવરાજ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરની ગંદકીથી લોકોને હાલાકી

0
25
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીનું સરકારી તંત્ર નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે ઉભરાતી ગટર અને બેફામ ગંદકીથી નાગરિકો તોબા પોકારી ચુક્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી આવી જ સ્થિતિ જીવરાજ પાર્ક સોસાયટીમાં જોવા મળે છે જ્યાં ઉભરાતી ગટરની ગંદકીથી રહીશો હેરાન પરેશાન જોવા મળે છે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ જીવરાજ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ઉભરાતી ગટરથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે અનેક રજૂઆત કરવા છતાં પ્રશ્ન જેમનો તેમ છે ચૂંટાયેલા નેતા કે અધિકારીઓ લોકોની સ્થિતિ જોવા ક્યારેય વિસ્તારની મુલાકાત પણ લેતા નથી જેથી નાગરિકોમાં ભયંકર રોષ ભભૂક્યો છે અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે જેથી ઉભરાતી ગટરની સમસ્યા તાકીદે ઉકેલવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/