જાણો મોરબી જીલ્લામાં કેટલો વરસાદ નોંધાયો

0
14
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હાલ મોરબી જીલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે આજે સવારથી મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ હળવદ પંથકમાં પણ સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા

હળવદ પંથકમાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો તો માળિયા પંથકમાં પણ બપોર બાદ એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે મોરબી જીલ્લામાં સવારે ૬ થી સાંજે ૬ સુધીમાં મોરબી તાલુકામાં ૧૮ મીમી, માળિયા તાલુકામાં ૩૭ મીમી, ટંકારા તાલુકામાં ૦૭ મીમી, વાંકાનેર તાલુકાના ૦૧ મીમી અને હળવદ તાલુકામાં ૦૪ મીમી વરસાદ નોંધાયો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/