અનલોક ૧ માં સરકારે એસટી બસ સેવા શરુ કરી છે જોકે કેટલાક સ્ટોપ કાર્યરત ના હોય જેમાં મોર્બીના સામાકાંઠા વિસ્તારમાં સ્ટોપ ના હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાને લઈને તંત્રએ સામાકાંઠે સ્ટોપ શરુ કરવાનો નિર્ણય લીધો છે
કોરોના લોકડાઉનમાં એસટી સેવાઓ બંધ રહ્યા બાદ અનલોક ૧ માં સેવાઓ શરુ કરાઈ છે જોકે નોનસ્ટોપ રૂટમાં એસટી બસો ચાલી રહી છે જેમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સ્ટોપ મળતો ના હોય જેથી મુસાફરોની હાલાકીને ધ્યાને લઈને રાજકોટ વિભાગીય નિયામક યોગેશ પટેલના માર્ગદર્શન હેઠળ ડેપો મેનેજર દિલીપ શામળા, યુનિયન લીડર જયુભા જાડેજા, ડી એન ઝાલા સહિતનાઓના સહિયારા પ્રયાસથી મોરબીના સામાકાંઠે સ્ટોપ શરુ કરવાનો નિર્ણય લેવાયેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide