મોરબી : મોરબીના સામાકાંઠે વોરા બાગ શોપિંગ પાસે ઉભરાતી ગટરોથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા અંગે તંત્રએ બેદરકારી દાખવતા રોડ પરથી પસાર થતા લોકો, દુકાનદારો તથા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
મોરબી સામા કાંઠાના મહેન્દ્રસિંહજી હોસ્પિટલ રોડ પર આવેલ વોરા બાગ શોપિંગ પાસે છેલ્લા 2 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. જેના કારણે રોડ પર ગંદકી ફેલાય છે. તેમજ લોકોને દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ સહેવો પડે છે. ત્યારે રોડ પરથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો, સ્થાનિકો તેમજ ખાસ કરીને દુકાનદારો અને ગ્રાહકો પરેશાન થઇ રહ્યા છે. જો કે ચોમાસા પહેલા જ સફાઈ કરેલ ભૂગર્ભ ગટર એક જ વરસાદમાં ભરાઈને બ્લોક થઇ ગઈ છે. જેના લીધે તંત્રની એકદમ નબળી કાર્યવાહી સામે આવી છે. તેમજ માત્ર દેખાડા પૂરતું જ ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં આવી હતી, તેવી લોકો ચર્ચા કરી રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide