મોરબી: પોઝિટિવ કેસ બાદ નહેરુગેઇટ વિસ્તારના 4 મકાનોનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ

0
170
/

આધેડનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સહિતના તંત્રએ તકેદારીના પગલાં લીધા

મોરબી : મોરબીના નહેરુગેઇટ વિસ્તારમાં આવેલ શરગિયા શેરીમાં રહેતા 55 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય સહિતના તંત્રએ તકેદારીના પગલાં લીધા છે. જેમાં જેમાં પોઝિટિવ દર્દીના વિસ્તારમાં નહેરુગેટ પાસ આવેલ શરગિયા શેરીમાં 4 મકાનોનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કર્યો છે અને 5 લોકોને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે.

મોરબીના નેહરુગેઇટ વિસ્તારમાં આવેલી સરગિયા શેરીમાં રહેતા 55 વર્ષીય રમણિકભાઈ પ્રભુભાઈ પિત્રોડા નામના નામના આધેડને ગઈકાલે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ કોરોના પોઝિટિવ વ્યક્તિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હજુ માલુમ પડી નથી. તેઓને ડાયાબિટીસની બીમારી પણ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના કેસને પગલે આરોગ્ય ,પાલિકા,પોલીસ સહિતના વિભાગ દ્વારા પોઝિટિવ કેસના રહેણાંક વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નક્કી કરવા તથા હોમ કવરોન્ટાઈન સહિતના તકેદારી માટેના પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી (ફાઈલ તસવીર)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/