મોરબીના શનાળા નજીક શનાળા ગામ નજીક ચીલ ઝડપની ધટના

0
75
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] તાજેતરમા મોરબીમાં સમડીનો ત્રાસ વધ્યો હોય તેવી ધટના સામે આવી રહી છે તો થોડા દિવસ પહેલા શનાળા ગામ નજીક ચીલ ઝડપની ધટના બની હતી ત્યાં ફરી એક વાર શનાળા ગામ નજીક વધુ એક ચીલ ઝડપ થઇ હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

મોરબીમાં ગુનેગારો બેફામ બન્યા હોય અને પોલીસનો ડરના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે તો જીલ્લામાં અને શહેરમાં લુટ, ચોરી, ચીલ ઝડપ સહિતના ગુન્હાઓમાં વધારો થતો જઈ રહ્યો છે અને પોલીસને છડે ચોક પડકાર ફેકી ગુનેગારો પોલીસની આબરૂ લજવી રહ્યા છે ત્યારે મોરબીના આલાપ રોડ પર શિવ શક્તિ પાર્કમાં રહેતા વનીતાબેન રમેશભાઈ સદાતિયાં (ઉ.૫૨) તથા સાહેદ રમેશભાઈ સદાતીયા બન્ને પોતાનું મોટર સાઈકલ હોન્ડા સાઈન જીજે ૦૩ ડીઈ ૯૪૨૦ લઈને પોતાના ઘરેથી શકત શનાળા ગામે પોતાની દીકરીના ઘરે બેસવા તથા પોતાના ભાણેજ વેદને મુકવા જતા હોય તે દરમિયાન શનાળા ગામ લીબડા વાળા મેલડી માતાજીના મંદિર નજીક પહોચતા ડબલ સવારી મોટર સાઈકલમાં આવેલા અજાણ્યા ઇસમોએ વનીતાબેનના ગળામાં રહેલ ૨૩.૩૨૦ ગ્રામ વજનની સોનાની માળા કીમત રૂ.૧,૩૦,૩૬૦ ઝુટવી ચીલ ઝડપ કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/