મોરબીના બેઠાપુલ નજીક જર્જરિત દીવાલનું ડીમોલેશન શરૂ

0
113
/
રાતભર ડીમોલેશનની કામગીરી ચાલશે : ડે. કલેકટર સહિતના અધિકારીઓ અને પોલીસની હાજરી

મોરબી : મોરબીના બેઠાપુલ નજીક આવેલી જર્જરીત દીવાલને પાડવા માટે જિલ્લા કલેકટરે મંજૂરી આપતા આજે સાંજથી ડીમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ વેળાએ ડે. કલેકટર સહિતના અધિકારીઓ તેમજ પોલીસની પણ હાજરી રહી છે.

મોરબીના સામાકાંઠાના જોડતા બેઠાપુલ પર શહેર તરફ જવાના માર્ગ તરફના શક્તિ ચોકના નાકા પાસે આવેલ વર્ષો જૂની જર્જરિત હાલતમાં રહેલી દીવાલનો અમુક હિસ્સો તાજેતરમાં ધરાશાયી થયો હતો. ત્યારે સલામતીના ભાગરૂપે આ દીવાલને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. આ જર્જરિત દીવાલને અડીને પાછળ સાત આઠ મકાનો આવેલા છે.જેથી દીવાલ તોડી પડાઈ તો આ મકાનોને પણ મોટું નુકશાન પહોંચે તેમ છે

પાલિકા તંત્રએ આ આઠ મકાનોના માલિકોને વહેલી તકે મકાન ખાલી કરી દેવા નોટિસ પણ ફટકારી હતી. જો કે દિવાલના ડીમોલિશન માટે જિલ્લા કલેકટરની મંજૂરીની રાહ જોવાય રહી હતી. ત્યારે આજે જિલ્લા કલેકટરે પણ મંજૂરી આપી દેતા ડે. કલેકટર ખાચર, ચીફ ઓફિસર સાગર રાડીયા, મામલતદાર રૂપાપરા, એ ડિવિઝનના પીઆઇ ચૌધરી અને પાલિકા પ્રમુખ કેતન વિલપરાની હાજરીમાં સાંજે 5 વાગ્યાથી ડીમોલેશન શરૂ કરવામા આવ્યું છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/