મોરબીના સોઓરડી વિસ્તારમાં ગંદકીના ગંજ: આરોગ્ય ને ખતરો

0
57
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં ભંયકર હદે કચરાના ગંજ ખડકાયા છે. કચરાના ગંજ એટલી હદે ખડકાયા કે રોડ કચરાથી ઢંકાય ગયો છે. આ કચરાના ગંજને કારણે બેસુમાર ગંદકી ફેલાય રહી છે. આથી આ કચરાની બદબુથી જાણે રોગચાળાને ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું હોય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે.

મોરબીના સામાકાંઠે સોઓરડીમાં દૂધની ડેરી સામેની ખુલ્લી જગ્યામાં લાંબા સમયથી કચરાના ગંજનો સળગતો પ્રશ્ન છે. વર્ષો પહેલા અહીં કચરા પેટી હતી. પણ આ કચરા પેટી કચરાના ગંજથી ઓવરફ્લો અને આસપાસમાં કચરાનું વર્ચસ્વ વધી ન જાય ત્યાં સુધી નગરપાલિકા તંત્ર જાગતું જ ન હતું. કચરાનું કદ વધી જાય ત્યારે નગરપાલિકા તંત્ર આ કચરા પેટી હટાવીને બીજી કચરા પેટી મુકતું પણ હવે તો કચરા પેટીનો છેદ જ ઉડી ગયો છે. આથી અહીંયા ખુલ્લામાં જ કચરો ફેંકાય છે. પણ દર વખતની જેમ તંત્ર આળસવૃત્તિ યથાવત રાખીને કચરાનું કદ વધી જાય અને ભયકર પરિસ્થિતિના એંધાણ લાગે ત્યારે જ કચરાને હટાવે છે. આ જગ્યાએ હાલ કચરાના ગંજનું વર્ચસ્વ વધી ગયું છે અને કચરાથી રોડ ઢંકાય ગયો છે. તેમજ રઝળતા પશુઓ પણ કચરો ખાતા હોય અને ગંદકી વધી હોવાથી સ્થાનિકોના આરોગ્ય પણ જોખમ ઉભું થયું છે. આથી તંત્ર આળસ ખંખેરી આ કચરાને દૂર કરે અને લોકો કચરાનો જાહેરમાં નિકાલ કરવાને બદલે યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા સ્થાનિકોએ માંગ કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/