મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

0
106
/

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્ક ( ગ્રીન સિટી)માં અયોધ્યામાં બનેલા રામ મંદિરની સાથે જ હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજ રોજ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ હનુમાનજીના મંદિરનું ડીમોલેશન કરવામાં આવ્યુ છે.નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના વિનય ગાયકવાડે જણાવ્યું કે મંદિર રસ્તાની વચ્ચોવચ હતું. એટલે નિયમોનુસાર તોડી પડાયું છે. બીજી તરફ સ્થાનિકોએ આક્ષેપો કરતા જણાવ્યું કે લેન્ડ ડેવલોપર અને તંત્રની મિલીભગતથી આવુ કરવામાં આવ્યું છે. હવે આ મંદિર તોડી અહીં અન્ય કોઈ ગેરકાયદે બાંધકામ કરવામાં આવશે તો તંત્ર વિરુદ્ધ કોર્ટમાં જશું તેવી તેઓએ ચીમકી ઉચ્ચારી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/