વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

0
44
/

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે.

વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તીરથ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી 5 જેટલા ગુનામાં પકડાયેલ બોટલ નંગ- 29,469 કિંમત રૂ. 62,78,270 તથા વાંકાનેર સિટી પોલીસ મથક વિસ્તારમાંથી 8 જેટલા ગુનામાં પકડાયેલ બોટલ નંગ- 333 કીમત રૂ. 1,00,225 એમ મળી કુલ બોટલો નંગ- 29,902 કુલ કિંમત રૂ. 63,78,495ના દારૂનો નાશ કરાયો.વાંકાનેર ડિવિઝન મેજિસ્ટ્રેટ વી.ડી.સાકરીયા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક આર.ટી.વ્યાસ તથા ઇન્સપેક્ટર, નશાબંધી અને આબકારી ખાતુ,રાજકોટ એસ.સી.વાળા, પોલીસ ઇન્સપેક્ટર, વાંકાનેર તાલુકા પો.સ્ટે. ડી.વી.ખરાડી તથા પોલીસ ઇન્સપેક્ટર, વાંકાનેર સીટી પો.સ્ટે. એચ.વી.ઘેલાની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/