મોરબીના મુસાફરો વડોદરામાં ફસાયા : સૌરાષ્ટ્ર તરફની મોટાભાગની ટ્રેનો કેન્સલ

2
132
/

મોરબી : મોરબીના ઉદ્યોગકારો અને સેલ્સમેનોનો ખુબ મોટો વર્ગ સેંકડોની સંખ્યામાં વડોદરા, સુરત અને મુંબઈ સાથે વ્યાપારિક રીતે જોડાયેલો છે. ત્યારે આ વર્ગ મોટેભાગે ટ્રેનમાં જ અવરજવર કરે છે. ગત દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાત સહિત વડોદરામાં અડધી સિઝનનો વરસાદ એક સાથે વરસી જતા સમગ્ર વડોદરા જાણે કે ટાપુમાં ફેરવાઈ ગયું છે. જેમાં મોરબી જિલ્લાના નાગરિકો ફસાઈ ગયાના અહેવાલો મળી રહ્યા છે.પાછલા 3 દિવસથી દક્ષિણ ગુજરાતને વરસાદ ઘમરોળી રહ્યો છે. વડોદરામાં ગઈ કાલે 18 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિસ્થિતિની સમીક્ષા કરવા તાકીદેની બેઠક બોલાવી હતી. ખાસ કરીને વડોદરાના નીચાણવાળા વિસ્તારો જલમગ્ન બન્યા છે. વડોદરા રેલવે સ્ટેશન અને તેની સામે જ આવેલા એસ.ટી બસ ડેપો પાસે 3 ફૂટથી વધુ પાણી ભરાયા છે. રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ જવાથી દક્ષિણ ભારત તરફથી આવતી તમામ ટ્રેનોને સુરત ખાતે રોકી રાખવામાં આવી છે. જે બાદમાં આગળ વધવા માટે કેન્સલ કરવામાં આવતા સૌરાષ્ટ્ર તરફ આવતા મુસાફરો કફોડી સ્થિતિમાં મુકાયા છે. વધુમાં વડોદરા રેલવે સ્ટેશનમાં પ્લેટફાર્મ પર પાણી ભરાઈ જતા પેસેન્જરો ‘જાયે તો જાયે કહાં’ જેવી મૂંઝવણ અનુભવી રહ્યા છે. અનેક ટ્રેનો કેન્સલ થઈ છે. જેમાં સૌરાષ્ટ્ર જનતા તેમજ દૂરંતો જેવી ટ્રેનો સામેલ છે. ટ્રેનો કેન્સલ થવાથી બસમાં મુસાફરી કરવા સૌરાષ્ટ્રવાસીઓને રેલવે સ્ટેશનની સામે જ આવેલા બસ ડેપો સુધી પહોંચવાનું પણ મુશ્કેલ બનતા રેલવે સ્ટેશન પર અફડાતફડીનો માહોલ સર્જાયો છેહવામાન વિભાગે વધુ પાંચ દિવસ વરસાદની આગાહી કરતા ગાંધીનગર ખાતે રિઝર્વ રખાયેલી NDFRની ટીમને સતર્ક રહેવા જણાવી દીધું છે. જો કે રાજ્યમાં પહેલાથી જ 15 NDRFની ટિમો અલગ-અલગ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી હતી. આમ છતાં તમામ પરિસ્થિને પહોંચી વળવાનો સરકારે દાવો કર્યો છે. જો કે વડોદરા ખાતે ફસાયેલા મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના તમામ મુસાફરો સરકારી સહાય-વ્યવસ્થાની રાહમાં છે. મોરબીથી અમાસ નિમિત્તે વડોદરાથી 60 કિમિ. દૂર આવેલા કરનાડી ગામ સ્થિત કુબેર ભંડારીના દર્શને ગયેલા શ્રદ્ધાળુઓએ વડોદરા રેલવે સ્ટેશન પર ફસાયા હોવાની જાણકારી મોરબી અપડેટને ફોન દ્વારા આપી હતી. જેમાં જીતુભાઇ દોશીએ વડોદરા રેલવે સ્ટેશનનો આંખે દેખ્યો ચિતાર વર્ણવ્યો હતો અને જળમગ્ન રેલવે સ્ટેશન તેમજ આજુબાજુના સ્થળોની તસ્વીર મોકલી હતી.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.