મોરબી : હાલ મોરબી નગરપાલિકામાં બોડીનું વિસર્જન થતા અધિકારીઓના હવાલે આવેલો પાલિકાનો વહીવટ સાંભળવામાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ઉણા ઉતરતા હોવાથી દરેક વિસ્તારોને સમસ્યાઓ એટલી હદે ધેરી વળી છે કે લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે. દિવાળી પછી અત્યાર સુધીમાં જે રોગચાળાએ પ્રગતિ કરી છે એમાં મોરબી નગરપાલિકા તંત્રની મોટી લાપરવાહીનો સિંહફાળો છે. ત્યારે વધુ એક વિસ્તારમાં કચરાની ગંદકી સામે આવતા ગંદકી વકરવા પાછળ તંત્રની બેદરકારીનો છૂપો આશીર્વાદ હોવાની સ્થાનિકોએ હૈયાવરાળ ઠાલવી છે.
મોરબી શહેરના ન્યાયાધીશોના આવાસ અને મણિમંદિર સામે રેલવે ફાટક વટીને આવેલ વીસીપરા વિસ્તાર તંત્રની હદ બહારની બેદરકારીને કારણે ગંદકી એવો ઘેરો લીધો છે કે, સ્થાનિક લોકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. સ્થાનિકોએ ભારે આક્રોશ સાથે તંત્ર ઉપર ફિટકાર વરસાવતા જણાવ્યું હતું કે, વીસીપરા વિસ્તાર ઉકરડામાં ફેરવાય ગયો છે. આ મોટા રહેણાક વિસ્તારને ઉકરડાઓ એટલી હદે જકડી લીધો છે કે લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે. વીસીપરામાં ઠેરઠેર કચરાના ડુંગર ખડકાયા છે.
ઘણી જગ્યાએ તો રોડની વચ્ચોવચ ઉકરડાના ગંજ હોય ત્યાં કચરો ખાવા આવતા રઝળતા ઢોર રસ્તે નીકળતા વાહન ચાલકોને ઢીકે ચડાવે છે. વાહનો પશુઓ સાથે ભટકાવવાથી લોકોને ઇજા થાય છે. આ ઉપરાંત કચરાના ગંજથી બેસુમાર ગંદકી ફેલાતી હોય મચ્છરોની સેના ઉતરી પડી હોય આ વિસ્તારના લોકો રોગોના ભોગ બની રહ્યા છે. નગરપાલિકા તંત્રના સફાઈ કર્મચારીઓ ક્યારેય સફાઈ કરવા આવતા નથી.તેથી ગંદકીએ ભારે આધિપત્ય જમાવ્યું હોય રોગચાળો બેકાબુ બને તે પહેલાં તંત્ર જાગે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide