હવામાન પલ્ટાશે ! અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સર્જાયુ

0
113
/

તા.16 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું મોજું આવવાની શક્યતાઓ 

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : કમોસમી વરસાદ રાજ્યમાં ઘર કરી ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે અરબી સમુદ્રમાં સાયકલોનીક એર સર્ક્યુલેશન સર્જાયું હોવાથી હવામાનમાં બદલાવ આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે સાથે જ 16 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો બોલવાની પણ આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે. ત્યારે 24 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઊંચકાશે જો કે બાદમાં ઠંડીનું મોજું ફરી વળશે.

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં પશ્ચિમિ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. આગામી 24 કલાકમાં ગુજરાત સહિત ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે. રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાની પણ શકયતા છે તેમજ 16મી ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શકયતા વ્યક્ત કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/