મોરબીના યુવાને જન્મદિને રક્તદાન તેમજ ગાયોને ઘાસચારો આપી ઉજવણી કરી

0
131
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીના યુવાન અને રાજપૂત સમાજના અગ્રણી ઉદ્યોગપતિ અભિજીતસિંહ જાડેજા દ્વારા તેમના જન્મદિનની રક્તદાન તેમજ ગાયોને ઘાસચારો આપીને ઉજવણી કરી હતી

વિગતો અનુસાર મોરબી ના યુવા આગેવાન કારોબારી સદસ્ય શ્રી મોરબી રાજપુત સમાજ,કારોબારી સદસ્ય શ્રી મોરબી યુવા ભા.જ.પ તથા વોડાફોન આઇડિયા (વી.આઇ. સ્ટોર મોરબી -1) જી.ટી.પી.એલ કેબલ નેટવર્ક (અભિ વિઝન મોરબી-2)ના સંચાલક શ્રી અભિજીતસિંહ જયવંતસિંહ જાડેજા તેઓ જયવંતસિંહ હિંમતસિંહ જાડેજા (રિટાયર્ડ ડેપ્યુટી એનજીનયર) તથા દિનાબા જયવંતસિંહ જાડેજા (પુર્વ પ્રમુખ મોરબી નગર પાલિકા) ના દિકરા નો ગઈકાલે જન્મ દિવસ હતો.

તેઓ એ જન્મદિવસ નિમિતે ગાય ને ઘાસચારો ખવડાવી અને રકતદાન જેવું મહાદાન કરી અને વૃદ્ધાશ્રમ ના વડીલો ને ભોજન કરાવી અને અમૂલ્ય આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પોતાના જન્મદીવસ ની સમાજ ને પ્રેરણા આપતી અદભુત ઉજવણી કરી હતી. અભિજીતસિંહ જાડેજા હરહમેંશ સામાજિક તથા સેવાકીય કાર્યો માટે કોઈ પણ સમયે અગ્રેસર રહે છે અને પોતાના જન્મદિવસ નિમિતે જીવન ની સૌથી મૂલ્યવાન ક્ષણો ને પણ તેઓએ સેવાકીય કાર્યો કરી ને અર્પણ કરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/