મોરરબી: સમગ્ર બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના ઉડ ગામના રહેવાસી અને હાલમાં વડોદરાની વાઘોડિયા રોડ પર આવેલ પ્રમુખ સોસાયટીમાં રહેતા મગનભાઈ ઉકાજી પ્રજાપતિએ મોરબી સીટી એ ડીવીઝન ફરિયાદ નોધાવી છે કે આંગડિયા પેઢીમાંથી ૪૩.૨૦ લાખથી વધુની રૂપિયાની ઉચાપત પણ થઈ છે.
જેમાં હાલ મગનભાઈ ઉકાજીભાઇ પ્રજાપતિની ભાગીદારી પેઢી રમેશકુમાર પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગડીયા પેઢીની મોરબીના સરદાર ભવનરોડ પર આવેલ બાલાજી ચેમ્બરમાં છેલ્લા પાચ વર્ષથી છે જેમાં પેઢી શરુ થઈ ત્યારથી કર્મચારી તરીકે જીતેન્દ્રકુમાર કનાજી પ્રજાપતિ રહે, ઉડ, રાજસ્થાન કામ કરતો અને તેના ઉપર વિશ્વાસ રાખીને તેને પેઢીનો સંપૂર્ણ વહીવટ સાંભળવા માટે આપ્યો હતો જો કે ગત તારીખ ૨૯/૧૦/૨૦૨૦ ના રોજ અમારી અલગ અલગ ૫ પાર્ટીઓના રૂપિયા ૪૩.૨૦ લાખ કરતા વધુની રકમ આવેલી હતી જેની ચુકવણી કરવાની હતી પણ તે હિસાબ આ કર્મચારી લખાવ્યો ન હતો અને જે લોકોએ રૂપીયાન લેવડ દેવડ કરવાની હતા તે લોકોના અમારી ઓફિસમાં ફોન શરુ થયા કે તમારી ઓફીસ બધ છે અને કર્મચારીનો ફોન પણ નથી લાગતો અને અમે પણ કર્મચારીનો સપર્ક કરવા પ્રયાસ કર્યો પણ તેનો ફોન નોતો લાગતો તેની ઘરે તપાસ કરી ત્યાં પણ તેની ભાળ ન મળી અમે ભાગીદારો મોરબી આવ્યા ત્યાં પણ તેનો કઈ પતો ન લાગ્યો અને શોધખોળ કરતા કઈ ભાળ ન મળતા તેણે ઉચાપત કરેલ હોવાથી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કર્મચારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરેલ છે.જેની વધુ તપાસ પી.એસ.આઈ વી.જે.જેઠવા ચલાવી રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide