મોરબી: ધરમનગર સોસયટીના એક સાથે ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : સોના-ચાંદી અને રોકડની ચોરી

0
70
/

મોરબી: આ સમગ્ર બનાવની મળતી વિગત મુજબ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીની વારંવાર ચોરીનો પ્રયાસ થાય છે પણ ગત રાત્રિ દરમિયાન એક જ રાત્રીમાં ત્રણ જેટલા મકાનોને તાળાં તોડવામાં આવ્યા છે જેમાંથી બે મકાનોની અંદર કોઈ મોટી રકમ કે મુદામાલની ચોરી થઇ નથી પરંતુ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ગયા હોવાનું હાલમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે

માહિતી મુજબ રાજપર રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં ગત રાત્રે એક જ રાતમાં તસ્કરો દ્વારા ત્રણ મકાનને નિશાન બનાવાયા છે જેમાં રબારી પરીવારના મકાનમાંથી તેમજ અન્ય બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે અને મકાનના નકૂચા તોડીને ઘરની અંદર પ્રવેશ કરી હતો જે ખાલી મકાનમાંથી તેમજ અન્ય એક મકાનમાંથી તસ્કરોને કશું જ હાથ લાગ્યું ન હતું પરંતુ રબારી ના ઘરની અંદરથી સોનાની બુટી, ચાંદીના સાંકળા તેમજ રોક્ડ રૂપિયા એમ સોના-ચાંદીના દાગીના રોકડની ચોરી કરી ગયેલ છે આ બનાવ અગેની જાણ હાલ સ્થાનિક લોકો એ પોલીસને કરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/