[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: માહિતી મુજબ ગઇકાલે ત્રણ વર્ષના નેપાળી પરિવારના આયુષ વીરેન્દ્ર ભાઈ સુનાર નામનો ત્રણ વર્ષનો બાળક અવની ચોકડી નજીક કોઈ કારણોસર કેનાલમાં ગરકાવ થઈ ગયું હતું.જેને પગલે મોરબી ફાયર વિભાગ તેમજ સ્થાનિક અને ટીકર ના તરવૈયાઓની મદદ થી કેનાલમાં સંભવિત તમામ જગ્યાઓ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.અને કેનાલમાં પાણીના પ્રવાહ ને પણ ઓછો કરી દેવામાં આવ્યો હતો.
જોકે ગઇકાલે બપોરે બનેલ આ બનાવ બાદ ૧૪ કલાક જેટલા સમય ગાળા બાદ આ મોરબીની અવની ચોકડી પાસે કેનાલમાં પડી ગયેલ આયુષ નો મૃતદેહ વાવડી નજીક કેનાલમાંથી મળી આવ્યો હતો.જોકે બાળક હોવાથી અને કેનાલ ભરપૂર પ્રવાહથી ચાલતી હોવાથી મૃતદેહ તણાઈ ને છેક વાવડી ગામ સુધી પહોંચી ગયો હતો.મૃતદેહ મળ્યા બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide