મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ

0
75
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રોકડ, સોના-ચાંદીના દાગીના મળી તસ્કરો રૂ. 14,500ની માલમતા ઉઠાવી ગયા

મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ ઉપર પટેલ કન્યા છાત્રાલય પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં ત્રણ દિવસ અગાઉ તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ સોસાયટીના બેથી વધુ મકાનોને નિશાન બનાવીને એક મકાનમાંથી ચોરી કરીને નાસી છૂટ્યા હતા. ત્યારે આ ઘરફોડ ચોરીની ઘટનામાં ગઈકાલે એ ડિવિઝન પોલીસે રૂ.14,500ની ચોરી થવા ફરિયાદ નોંધીને તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ચિત્રકુટ શેરીનં.૪-૫ ના ખુણે રહેતા અને પ્રીન્ટીંગ પ્રેસનો ધંધો કરતા કેતનભાઇ નરશીભાઇ કાચરોલા (ઉ.વ.૩૧) એ કોઇ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭ ના રોજ મોરબી કન્યાછાત્રાલય રોડ ચિત્રકુટ શેરીનં.૪-૫ના ખુણે ફરીયાદીના રહેણાંક મકાનમા આરોપીઓ ચોરીના ઇરાદે ઘુસ્યા હતા. જેમાં ફરીયાદીના મકાનના દરવાજાનુ તાળુ કોઇ અજાણ્યા ચોર ઇસમે તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમમા કબાટની તિજોરીના તાળા તોડી રોકડ રૂ.૧૦૦૦૦ તથા સોનાનો ઓમકાર કિ.રૂ.૨૦૦૦ તેમજ ચાંદીના સાંકળા એક જોડી કિ.રૂ.૨૫૦૦ મળી કુલ કિ.રૂ.૧૪૫૦૦ ની ચોરી કરી હતી તેમજ બાજુના મકાનોમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા સઘન તપાસ પણ હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/