મોરબીની મસાલ ચોકડી નજીક ટ્રક હડફેટે સાયકલ સવાર યુવાનનું મોત

0
75
/

મોરબી : મોરબીના બાયપાસ રોડ પર મસાલ ચોકડી નજીક સાયકલ લઇને પસાર થઇ રહેલા આધેડને ટ્રક ચાલકે અડફેટે લેતા આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન આધેડનું મોત થતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત નિપજાવવાનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

પોલીસ મથકેથી બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના વાવડી રોડ ઉપર ભગવતીપરા શેરી નંબર-૪માં રહેતા ૪૮ વર્ષીય મનસુખભાઈ ગોકળભાઈ ચાવડા બીજી મેના રોજ બપોરે આશરે 11 વાગ્યે સાયકલ લઇને મોરબીના બાયપાસ રોડ ઉપરથી મસાલ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓની સાઇકલને ટ્રક નંબર GJ 12 BV 009ના ચાલકે અડફેટે લેતા મનસુખભાઈને માથાના અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.અલગ અલગ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ ઇજાગ્રસ્ત મનસુખભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતા મૃતકના ભાઈ પરસોત્તમભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપી ટ્રકચાલકને પકડવા માટે થઈને તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/