મોરબીન: તાજેતરમા સંધવી શેરી ગ્રીન બીટ પાસે ગઈકાલે સાંજના સમયે જાહેરમાં પત્તા ટીંચતા ત્રણ શકુનીઓને પોલીસે પકડી પાડ્યા છે. જેમાં મોરબીના દરબારગઢ સંઘવી શેરીમાં રહેતા હસમુખ ઉર્ફે ફૌજી લિલમદાસ નિમાવત, મૂળ માળીયાના કુંતાસીના રહેવાસી અને હાલ લીલાપર રોડ પર બોરિયાવાસમાં રહેતા સંજય ભગવાનજીભાઈ ગરચર અને રણછોડનગર સાઈબાબાના મંદિરની પાછળ રહેતા યુનુસ મામદભાઈ સુમરાની ધરપકડ પણ કરવામાં આવી છે.
પોલીસે આ તમામ પાસેથી પત્તાની કેટ અને રૂ.10700નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરી કરી દીધી છે. સમગ્ર કેસની તપાસ પોલીસ અધિકારી એસ.એચ.મોરી ચલાવી રહ્યા છે. મોરબીમાં છાના ખૂણે રમાતા જુગાર પર પોલીસે બાજ નજર રાખી છે. ચોક્કસ બાતમીના આધારે આવા પત્તાપ્રેમીઓને ઝડપી લેવામાં આવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide