ટંકારાના છતર ગામે જમીન મુદ્દે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો

0
124
/

ટંકારા તાલુકાના છતર ગામ ની સીમમાં વજેડા વાળા ખેતરમાં ભાગ પડાવવા મુદ્દે એક જ પરિવારના બે જુથ વચ્ચે બબાલ સર્જાઇ હતી. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશન મધ્યે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બનાવની મળતી વિગતો અનુસાર છતર ગામની સીમમાં ભાયુ ભાગની જે જમીન આવેલી છે તે જમીનમાં આરોપી ૧.નટુભાઈ વાલાભાઇ પરમાર
૨. ભુપતભાઈ મનજીભાઈ પરમાર ૩. વજુભાઈ મનજીભાઈ પરમાર ૪. હેમતભાઇ મનજીભાઈ પરમાર ચારેય રહે. છતર ગામ તા. ટંકારા વાળાઓએ જમીનમાં ભાગ માંગી અને તેના પૈસા ના ચૂકવવા અંગે બળજબરી કરી હતી. આ અંગે આરોપીઓએ ફરિયાદી ભલજીભાઈ વાલાભાઈ પરમાર ઉ.વ ૬૦ રહે. છતર તા. ટંકારા વાળા તથા તેમના પત્નીને લોખંડના પાઇપ વડે મારમારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી છે. આ અંગે ટંકારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીઓને પકડવા માટે પોલીસવાળા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/