મોરબીમાં વધુ પેસેન્જર અને ટ્રાફિક નિયમો તોડવા બદલ રીક્ષા સહિત વાહનો સામે કાર્યવાહી

0
50
/

મોરબી : તાજેતરમા ઘણા દિવસોથી મોરબી જિલ્લામાં ઓટો રીક્ષા ચાલકો સહિત અન્ય વાહન ચાલકો સામે નિયમોનું ઉલ્લંધ રોકવા બાબતે ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં ખાસ કરીને ઓટો રીક્ષા ચાલકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરીને વધુ પેસેન્જર બેસાડવા બાબતે, પુરપાટ ઝડપે રીક્ષા ચલાવવા તેમજ રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે અને ટ્રિપલ સવારી બાઇક ચાલકો સામે કડક કાર્યવાહી કરી વાહનો ડિટેઇન કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ગુરુવારે દિવસ દરમ્યાન જિલ્લામાંથી આવા જ કેટલાક વાહન ચાલકો પોલીસ ડ્રાઈવમાં નજરે ચડી જતા દંડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સ્ટે. હદમાં આવતા ટીંબડી પાટિયા પાસેથી સીએનજી રીક્ષામાં 7 પેસેન્જર બેસાડી નીકળતા કલમ 188 હેઠળ, મોરબી-વાંકાનેર હાઇવે પર રફાળેશ્વર ગામ નજીક, ખોડિયાર મંદિર સામેના રોડ પર પુરપાટ ઝડપે રીક્ષા ચલાવતા 2 રીક્ષા ચાલકો સામે જ્યારે રફાળેશ્વર ગામ નજીક 1 રીક્ષા ચાલક સામે, 1 આઈશર ચાલક સામે રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ, 1 છોટા હાથીના ચાલક સામે આઇપીસી કલમ 279, મોટર વ્હિકલ એક્ટની કલમ 177, 184, 119 મુજબ ગુન્હો નોંધી ઉક્ત વાહનો ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/