વધુ પેસેન્જર તેમજ માસ્ક અંગેના નિયમોનો ભંગ કરનારના વાહન પણ ડિટેઇન કરવાની કામગીરી પણ કરાશે
મોરબી : હાલ કોરોના અંગેની સરકારની ગાઇડલાઇન મુજબ મોરબીના રિક્ષાચાલકો અને પેસેન્જર વાહનોની ચકાસણી કરી નિયમસર કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલે આદેશ આપ્યા છે. મોરબી શહેર તેમજ જિલ્લાના અન્ય શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રિક્ષાચાલકોને મંજૂરી કરતાં વધુ પેસેન્જરો ન બેસાડવા તેમજ પેસેન્જરો પણ ફરજિયાતપણે માસ્ક પહેરે તેની તકેદારી લેવા જણાવ્યું છે.
ગત શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલ બેઠકમાં કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રિક્ષાચાલકો સહિત તમામ પેસેન્જર વાહનોમાં કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર મુસાફરોને બેસાડવા તેમજ મુસાફરો પણ માસ્ક પહેરવાની તકેદારી લે તેવો અનુરોધ પણ કર્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide